જામનગરના મારૂ કંસારા વાડી પાસે વૃજ ભૂષણ વિદ્યાલયમાં 400થી પણ લોકોને કોરોના વેક્સિનની રસી આપવામાં આવી. આ સામૂહિક રસીકરણ કેમ્પમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના ભાજપના ઉમેદવારો ઉપસ્થિત રહી વધુમાં વધુ લોકોને કોરોના રસી લેવા અપીલ કરી હતી. હાલમાં સમગ્ર રાજયમાં કોરોના કેસોની સંખ્યા વધી રહી છે. ત્યારે સરકાર દ્વારા કોરોના વેક્સિન રસીકરણની ઝુંબેશ પણ ખાસ ધરવામાં આવી રહી છે. જામનગર જિલ્લામાં અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સિનિયર સીટીઝન સહિતના લોકોને કોરોના વેક્સિન ની રસી મૂકવામાં આવી રહી છે.
આજે નગરસિમ વિસ્તારમાં આવેલ મારૂ કંસારા ની વાડી પાસે આવેલ વૃજ ભૂષણ વિદ્યાલયમાં જામનગર મહાનગરપાલિકાના સહયોગથી વિનામૂલ્યે કોરોના વેક્સિન કેમ્પ રાખવામાં આવેલ હતો. જેમાં આ વોર્ડના ભાજપ શહેર મંત્રી પરેશ દોમડિયા એ 400 થી વધુ લોકોને કોરોના રસીકરણ કરાવવા રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ તકે રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કોરોના રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી અને વધુમાં વધુ લોકો કોરોના પ્રતિરોધક રસી મુકાવી રસીકરણ ઝુંબેશમાં સહયોગ આપે તેવી અપીલ કરી હતી