જૂનાગઢ જિલ્લાના કેશોદ નગરપાલિકાના ચીફ ઓફિસરના ખોટા સહી સિક્કા કરવાની રાવ ઉઠી છે. આ મામલો સામે આવતા ખળભળાટ મચ્યો છે. ચાણક્ય એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ખોટા સહી સિક્કા કરી આપવામાં આવતા હતા. તેમજ ફાયર સેફ્ટીની એનઓસી લેવા માટે ખોટા દસ્તાવેજ પણ તૈયાર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યુ છે.
આ અંગેની ફરિયાદ નગરપાલિકાના એન્જીનિયરે કેશોદ પોલીસ મથકે નોંધાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, કેશોદ ચાણક્ય એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કેશોદ નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થિવ પરમારના ખોટા સહી સીક્કા કરવામાં આવતા હોવાનું ધ્યાને આવ્યુ હતું. ફાયર સેફ્ટીનું એનઓસી મેળવવા માટે ખોટા દસ્તાવેજો પણ તૈયાર કરાયા હોવાનું સામે આવ્યુ હતું. જેને લઈ નગરપાલિકાના એન્જિનિયર દ્વારા કેશોદ પોલીસ મથકે અરજી આપવામાં આવી હતી. આ અરજીના આધારે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે