હાઇકોર્ટના આદેશ બાદ ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત રસ્તા વચ્ચે કે ફૂટપાથ પર આવેલા તમામ ધાર્મિક નિર્માણ હટાવવામાં આવશે.
હાઇકોર્ટના આદેશ બાદ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવેલા નિર્દેશાનુસાર 2011 કે ત્યાર પછી બનાવવામાં આવેલા આવા ધાર્મિક નિર્માણો હટાવવામાં આવશે.
હાઇકોર્ટના આદેશ બાદ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવેલા નિર્દેશાનુસાર 2011 કે ત્યાર પછી બનાવવામાં આવેલા આવા ધાર્મિક નિર્માણો હટાવવામાં આવશે. આવા તમામ ધાર્મિક બાંધકામ હટાવતા પહેલા એકવાર સંબંધિત ધર્મના લોકો સાથે અધિકારીઓ દ્વારા વાતચીતનો માર્ગ અપનાવવામાં આવશે. વાતચીત કર્યા બાદ છ મહિનાની અંદર જે તે ધાર્મિક નિર્માણને સ્થાનાંતરીત કરવામાં આવશે. જો સહમતી ન સધાય તો પ્રશાસનને રિપોર્ટ મોકલી બાંધકામ હટાવવામાં આવશે.