સ્થાનિક ચૂંટણીમાં ભાજપે કેસરિયો લહેરાવ્યા બાદ અમદાવાદ, વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂંકની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપે કિરીટ પરમારને અમદાવાદના મેયર પદે નિયુક્ત કર્યા છે , જ્યારે વડોદરા મનપામાં નવા મેયર તરીકે કેયુર રોકડીયાની વરણી થઈ છે તો ભાવનગર મહાનગપાલિકાના મેયર તરીકે કીર્તિબેન દાણીધારીયાની વરણી કરાઈ છે.
આ ત્રણેય મહાનગરોના મેયરના નામ પાછળ એક ખાસ વાત એ છે કે તે “ક” અક્ષરથી જ શરુ થાય છે. ત્યારે મહાનગરોમાં મેયરની પસંદગીમાં મિથુન રાશિનો દબદબો રહ્યો છે તેવુ કહી શકાય. કિરીટ પરમાર, કિર્તીબેન દાણીધારિયા અને કેયુર રોકડિયા…
ત્રણેય નવા મેયરના નામ ક પરથી આવે છે. તેથી આજના મેયરના નામોની જાહેરાતમાં મિથુન રાશિનો પ્રભાવ જોવા મળ્યો છે. જોકે બીજી તરફ, સુરત, જામનગર અને રાજકોટના મેયરના નામની જાહેરાત બાકી છે. ત્યારે હવે બાકીના ત્રણેય શહેરોમાં ઉમેદવારોના જીવ ઊંચાનીંચા થઈ ગયા છે. રાજકોટ, સુરત અને જામનગરમાં પક્ષ કયા નામોની પસંદગી થાય છે તેના પર સોની નજર છે.