મોંઘા ભાવના બિયારણની ખરીદી કરી કાળા ઘઉનું વાવેતર કર્યું. લોકો ખાવામાં ઉપયોગમાં પસંદ ન હોવાથી આગામી વર્ષોમાં કાળા ઘઉના વાવેતરમાં ઘટાડો થાય તેવી ખેડુતોની ધારણાં છે. મળતી વિગત અનુસાર ખેડુતો દ્વારા અવનવી ખેત પેદાશોનું વાવેતર કરવાના અખતરા અજમાવી રહયા છે. જેમાં અવનવી ખેત પેદાશોનું વાવેતર કરી અનેક ખેડુતો મબલખ ઉત્પાદન કરી સારી આવક મેળવી રહ્યા છે. તો કોઈ ખેડુતો નવીનતમ ખેત પેદાશોનું વાવેતર કરી પછતાઈ રહયા છે. ત્યારે વાત કરીએ કાળા ઘઉની જો કે કેશોદ તાલુકાના ટીટોડી ગામના ખેડુત ભીમસીભાઈ બારીયાએ અખતરા રૂપે કાળા ઘઉનું થોડુ વાવેતર કર્યું છે.
ઉપરાંત કેશોદ તાલુકાના અનેક ખેડુતોએ પણ મોંઘા ભાવે કાળા ઘઉના બિયારણની ખરીદી કરી અખતરા રૂપે કાળા ઘઉનું વાવેતર કર્યું છે. પણ તેમાં આગામી વર્ષોમાં કાળા ઘઉના ઉત્પાદનમાં અને પોષણક્ષમ ભાવ મળવામાં નિષ્ફળતા જાય તેવું ખેડુતોમાં ચર્ચાઈ રહ્યું છે. આગામી વર્ષે કાળા ઘઉના વાવેતર સમયે સમયે અનેક ખેડુતોએ પ્રતીમણ બારસોથી બે હજારથી વધુના ભાવે કાળા ઘઉના બિયારણની ખરીદી કરી વાવેતર કર્યું છે.