શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે એક માઈ ભક્ત દ્વારા સોનાનુ દાન અપાયું હતું. મળતી વિગત અનુસાર શક્તિપીઠ અંબાજી એ લાખો માઈ ભક્તોની શ્રાદ્ઘાનું કેન્દ્ર છે. સરકાર, જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી યાત્રાળુઓને ઉત્તમ સુવિધાઓ આપવા કટિબદ્ધ છે. માઁ અંબાનું સુવર્ણ શિખર સમગ્ર ગુજરાતનું ગૌરવ બની રહ્યું છે.
અત્યાર સુધી 61 ફુટ સુવર્ણ શિખરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં 140 કિલો 435 ગ્રામ સોનાનો અને 15711 કિલ્લો ગ્રામ તાંબાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આજે એક માઈભક્ત દ્વારા અંબાજી મંદિર સૂવર્ણ શિખર માટે એકાવન લાખ ચોપ્પન હજાર છસ્સોની કિંમતનું 1 કિલો 100 ગ્રામ સોનાનું દાન દેવસ્થાન ટ્રસ્ટને આપવામાં આવ્યું છે