બનાસકાંઠા એલ સી બી ટિમ તેમજ દિયોદર સ્થાનિક પોલીસે શહેરમાં થયેલા મોબાઈલની દુકાનમાં ચોરી અને કરીયાણાની દુકાનમાં થયેલ ચોરીમાં સફળતા મળી છે. જેમાં આરોપીને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે. મળતી વિગત અનુસાર પોલીસની ગિરફમાં ઉભેલ આ આરોપીનો ચહેરો ભોળો છે પરંતુ આ ભોળા ચહેરા પાછળ ચોરીના બનાવને અંજામ આપવા માટે આ આરોપી માસ્ટર માઈન્ડ છે. થોડા સમય પહેલા દિયોદર શહેરમાં મોબાઈલની દુકાન અને કરીયાણાની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી હતી. જેમાં પોલીસે બંને ચોરી મામલે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
પોલીસે ચોરી અનડિટક કરવા બનાસકાંઠા એલસીબી પોલીસની મદદ લીધી હતી અને સ્થાનિક પોલીસે પેટ્રોલીગ દરમિયાન સણાદરના મુકેશ ઠાકોરની શંકાસ્પદ રીતે અટકાયત કરાઈ હતી. જેમાં પોલીસે સઘન પૂછપરછ કરતા દિયોદર કરીયાણાની દુકાનમાં 29470 રૂપિયા સરસામનની ચોરી અને મોબાઈલની દુકાનમાંથી મોબાઈલ નગ 34 કિંમત 72441 રૂપિયા તથા એસેસરિસજની કિંમત 14795 કુલ કિંમત 87,236 નો સરસામન પણ કબ્જે લીધો હતો