વડોદરાના સમા વિસ્તારમાં એક પરિવારે સામૂહિક આપઘાત કરી લેતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પરિવારના 6 સભ્યોએ એક સાથે સામૂહિક આપઘાતનો પ્રયાસ કરાયો હતો. જેમાં દુર્ભાગ્યવશ 3 વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 3 વ્યક્તિઓ સારવાર હેઠળ છે.
મળતી માહિતી મુજબ, ગુજરાતમાં રોજે રોજ આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે. થોડા દિવસ પહેલા અમદાવાદની યુવતીએ આપઘાત કર્યાનો કિસ્સો હજુ શાંત નથી થયો ત્યારે વડોદરામાં પણ એક પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે.વડોદરાના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારના છ સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ ગઈ હતી.
વડોદરા શહેરના સમા વિસ્તારમાં સ્વાતિ સોસાયટીમાં મકાન નંબર સી. 13માં રહેતા નરેન્દ્ર સોની મંગળ બજાર વિસ્તારમાં ઈમિટેશન જવેલરીની દુકાન ધરાવતા હતા. છેલ્લા બે વર્ષથી અને લોકડાઉનની પરિસ્થિતિમાં તેમને આર્થિક નુકસાનમાં ઉતરોતર વધારો થતો ગયો હતો જેથી જીવન નિર્વાહ કરવાની મુશ્કેલી પડતી હતી.
જ્યાં આજે બપોર બાદ નરેન્દ્રભાઈ સોની તેમના ઘરે આવ્યા હતા અને આર્થિક પરિસ્થિતિને કારણે તેઓ માનસિક રીતે પણ પડી ભાંગ્યા હતા જેથી તેમના પરિવારના સભ્યો દીપ્તિ સોની, ભાવિન સોની, ઊર્મિ સોની, રિયા સોની પાર્થને સાથે રાખી ઝેરી દવા પીને સામૂહિક આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ પોલીસને થતાં ઘટનાસ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી. પ્રારંભમાં ત્રણ વ્યક્તિ જીવિત હોવાનું જણાતા નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.