આજે વિશ્વ વન્ય દિવસ છે ત્યારે પ્રકૃતિ પ્રેમીઓ આ દિવસે વિશેષ ગૌરવપૂર્ણ દિવસ તરીકે ઉજવાતા હોય છે ત્યારે પૃકૃતિ પ્રેમની વાસ્તવિકતા પર એક નજર કરી એ તો મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ટૂંડાવ ગામના વતની જીતુ ભાઈ પટેલનું જીવન હેમશા પ્રકૃતિને સમર્પિત રહ્યું છે અને તેમના પ્રકૃતિ પ્રેમ ને લઈ તેમને ગ્રીન એમ્બેસેડરનું બિરુદ પ્રાપ્ત થયું છે જીતુભાઇ પટેલ દ્વારા મહેસાણા હિંમતનગર હાઇવે પર ઋષિવન નામે આવેલ નેચરલ પાર્કમાં એક વિશાળ બંજર જગ્યા પર પોતાનો પ્રકૃતિ પ્રેમ છલકાવતા આજે અહીં લાખો વૃક્ષો અને ફૂલછોડ સહિત ઔષધિઓના પ્લાન્ટેશનથી એક મેનમેડ જંગલ તૈયાર થયું છે
જીતુભાઇ માટે વૃક્ષોએ પોતાના મિત્ર બરાબર છે માટે તેઓ ગર્ભશ્રીમંત પરિવારના સભ્ય હોવા છતાં મોટે ભાગે તેઓ આ જંગલમાં રહે છે.. તેમજ સાબરમતી નદીના કાંઠે નિર્મિત માનવ સર્જિતઆ જંગલ માં વૃક્ષોની સાથે સાથે એક વાનર વન પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં વાનરોને પ્રિય ફળફૂલના વૃક્ષ અને છોડ સાથે પાણી પીવા માટે તલાવડીઓ બનવવામાં આવી છે જેથી અહીં વસતા પ્રાણીઓ મુક્ત પણે આ માનવ સર્જિત જંગલમાં વસવાટ કરી શકે… હાલના સમયમાં એક તરફ જ્યાં વન્ય વિસ્તારો ઘટી રહ્યા છે ત્યારે વૃશ્ચિક સમસ્યા. એવા ગ્લોબલ વોર્મિંગ સામેની લડત માટે આજે ગ્રીન એમ્બેસેડરે માનવ સર્જિત વન બનાવી અન્ય લોકો અને સમાજ માટે પ્રેરણા પુરી પાડી રહ્યા છે