ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેના એક પછી એક પરિણામો સામે આવી રહ્યા છે, ત્યારે આણંદ જિલ્લાની પેટલાદ પાલિકાથી મોટા સમાચાર સામે આવ્યા છે. પેટલાદ નગરપાલિકા અને તાલુકામાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો છે. નગરપાલિકાની 36માંથી 22 સીટો પર ભાજપનો વિજય થયો છે.
જ્યારે આમ આદમા પાર્ટીના ફાળે 5, અપક્ષના ફાળે 6 અને કોંગ્રેસના ફાળે 3 બેઠકો ગઈ છે. ગરપાલિકાના વિવિધ વિસ્તારમાં ભાજપની પેનલ વિજય બનતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
તેમજ પેટલાદના ગાંધીચોકમાં ભાજપના વિજેતા ઉમેદવારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. પેટલાદ પાલિકા પર કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલે બે બે વોર્ડમાંથી ચૂંટણી લગ્યા હતા. જોકે, બંને વોર્ડમાં હાર થઈ છે. કોંગ્રેસના ધારાસભ્યએ વોર્ડ ૩ અને ૫માંથી ઉમેદવારી કરી હતી. આ ઉપરાંત ધારાસભ્ય નિરંજન પટેલના પુત્રની પણ હાર થઈ છે.
તો બીજીબાજુ શહેરના વોર્ડ નંબર 7માં પરિણામ સામે આવ્યા બાદ કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં ટ્રક અને રીક્ષાના કાચ પણ તોડવામાં આવ્યા હતા. પથ્થરમારાની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો.