દેશભરમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસો વચ્ચે મહારાષ્ટ્રમાં વધતા જતા કેસોએ સરકારની ચિંતા વધારી છે. દેશભરમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન વચ્ચે વધી રહેલા નવા સંક્રમણના કેસ ચિંતા વધારી રહ્યા છે.
એમાં પણ એક સમયે સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રમાં વર્તમાન સ્થિતિ ફરીવાર ગંભીર બનતી જોવા મળી રહી છે, એવામાં મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ વિરુદ્ધ રાજ્ય સરકારની તૈયારીઓને લઇને, ખાસ કરીને લોકડાઉન જેવા નિર્ણયો પર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહત્વની સ્પષ્ટતા કરી હતી.
વર્તમાન સ્થિતિને જોતાં એક પત્રકાર પરિષદને સંબોધતા મુહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, રાજ્યમાં લોકડાઉન લાગૂ થાય એમ ન હતો ઇચ્છતો, પરંતુ મજબૂરી હતી. મુખ્યમંત્રી ઠાકરેએ રાજ્યના લોકોને અપીલ કરી હતી કે તેઓ લોકડાઉન ન ઇચ્છતા હોય તો માસ્ક ફરજીયાત પહેરે. આ સિવાય તેમણે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ પર અંકુશ મેળવવાના તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.