રસ્તા પર ગમે ત્યારે નજરે પડતા ગધેડા હવે લુપ્તતાની કગાર પર છે. ગધેડાઓને દેશમાં લુપ્ત થઈ રહેલા પ્રાણીઓની યાદીમાં શામેલ કરવામાં આવ્યા છે. હકીકતમાં શાંત અને ખૂબ માસૂમ પ્રાણીની સંખ્યા ઓછી થવા પાછળનું કારણ તેને મારવાનું જણાવવામાં આવી રહ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે કેટલાક લોકો એવું માની રહ્યા છે કે ગધેડાનું માંસ ખાવાથી તેમનું સ્વાસ્થ્ય વધારે સારું થાય છે.
ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથૉરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)ના જણાવ્યા પ્રમાણે ગધેડાનો ખાવામાં ઉપયોગ નથી થતો. સાથે જ તેને મારવું ગેરકાયદેસર છે. હાલ આંધ્ર પ્રદેશમાં ગધેડાના માંસના ઉપયોગને લઈને તપાસ ચાલી રહી છે. અમુક લોકો એવી ભ્રમણામાં છે કે ગધેડાનું માંસ ખાવાથી કમરનો દુઃખાવો અને અસ્થમામાં રાહત રહે છે.
આ ઉપરાંત ગધેડાનું માંસ ખાવાથી યૌન શક્તિ વધે છે. પશુઓ માટે કામ કરતા ગોપાલ આર સુરબથુલાએ જણાવ્યું કે, “પ્રકાસમ, કૃષ્મ, પશ્ચિમ ગોદાવરી અને ગુંટૂર જિલ્લામાં ગધેડાનું માંસ સૌથી વધારે વેચવામાં આવે છે.” તેમણે જણાવ્યુ કે, દર ગુરુવારે અને રવિવારે માંસ વેચવામાં આવે છે. શિક્ષત લોકો પણ તેને ખરીદી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આવા પ્રસંગોએ ઓછામાં ઓછા 100 ગધેડાની માંસ માટે હત્યા કરવામાં આવે છે. હાલ આંધ્ર પ્રદેશમાં ગધેડાના માંસના ઉપયોગને લઈને તપાસ ચાલી રહી છે.