છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં પાવરી વીડિયો ખૂબ જ ચર્ચામાં છે. આ વીડિયો પાકિસ્તાનનો છે, જે ભારતમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તેના પર લોકો વિવિધ પ્રકારના વીડિયો પણ બનાવી રહ્યા છે.
ત્યારે ખાસ વાત એ છે કે આ વીડિયો પોલિટિક્સની દુનિયામાં પણ હવે પહોંચી ગયો છે. ફિલ્મ કલાકારોથી લઈ ક્રિકેટરો અને સામાન્ય જનતાની સાથે સાથે હવે રાજકીય રેલીમાં પણ પાવરી વીડિયોનો ઉપયોગ થવા લાગ્યો છે. પશ્ચિમ બંગાળના આનંદપુરીમાં ભાજપની રેલીમાં આ વીડિયોની એક ઝલક જોવા મળી. અહીં રેલીને સંબોધતા ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટી પરિવર્તનના વાયદાની વાત કરતા વાયરલ થયેલ પાવરી વીડિયોનો ઉપયોગ કર્યો.
. @JPNadda 's #PawriHoRaiHai pic.twitter.com/OdEPV2h3OW
— Tajinder Bagga (@TajinderBagga) February 26, 2021
વાયરલ વીડિયોમાં જેપી નડ્ડા કહી રહ્યા છે કે આ બંગાળની પ્રબુદ્ધ જનતા છે, આ અમે બધા છીએ અને બંગાળમાં પરિવર્તનની યારી થઈ રહી છે. હવે જેપી નડ્ડાનો આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ વીડિયો પર વિવિધ પ્રકારની કમેન્ટ કરી રહ્યા છે.