પંચમહાલના ગોધરામાં ચૂંટણી પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લવ જેહાદ મામલે મોટુ નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ માર્ચ મહિનામાં મળનારા વિધાનસભા સત્રમાં લવ જેહાદ વિરૂદ્ધ કાયદો લાવવાની જાહેરાત કરી છે.
તેમણે કહ્યું કે, હિંદુ યુવતીઓને કોઈ ઉઠાવી જાઈ એ હવે ચાલશે નહીં. તેમણે આ લવ જેહાદના કાયદાથી ધર્માંતરણ અટકવાનો પણ હુંકાર વ્યકત કર્યો હતો. મળતી માહિતી મુજબ, ગોધરા ખાતે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ માટે યોજાયેલ જાહેર સભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે કોઈ પણ હિન્દુઓની દીકરીઓને ઉઠાવી જાય તે નહિ ચલાવી લેવાય.
આ માટે આગામી વિધાનસભા સત્રમાં ગુજરાતમાં લવ જેહાદ વિરુદ્ધ કડક કાયદો લાવીને હિંદુ બેન-દિકરીઓને વધુ સલામતી પુરૂ પાડવામાં આવશે. મહત્વનું છે કે, આ પહેલા પણ રાજ્યના મુખ્યમંત્રીએ પોતાના ભાષણોમાં લવ જેહાદ મુદ્દે કાયદો લાવવાની વાત કરી હતી. ત્યારે હવે આગામી મહિનેથી શરુ થનાર વિધાનસભા સત્રમાં સરકાર લવ જેહાદ વિરુદ્ધ બિલ રજુ કરશે.