નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો ફરી એકવાર સરકારને લલકારવાના છે. ટ્રેક્ટર રેલી બાદ હવે ખેડૂતો રેલ રોકો આંદોલન મારફતે સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. ખેડૂતો બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી રેલવે સ્ટેશન પર જઈને રેલ રોકશે.
આ દરમિયાન ખેડૂત સૌથી પહેલા રેલનું ફુલ માળાથી સ્વાગત કરશે. એ બાદ રેલ પ્રવાસીઓ સાથે સંવાદ કરશે. આ દરમિયાન આંદોલનકારી ખેડૂતો રેલ પ્રવાસીઓને પાણી, દૂધ અને ચા પણ પીવડાવશે. દૂધની વ્યવસ્થા બાળકો માટે કરવામાં આવી હતી. બુધવારે ભાકિયૂના પ્રવક્તાએ યૂનિયનના તમામ કાર્યકર્તાઓને દૂધ, ચાય અને પાણીની વ્યવસ્થા કરી પોતાના નજીકના રેલવે સ્ટેશન પર પહોંચવાનું આહ્વાન કર્યું છે.
તેમણે કહ્યું કે રેલ રોકો દરમિયાન શાંતિ બનાવી રાખજો. તેમણે રેલ પ્રવાસીઓને આહ્વાન કર્યુ છે કે ખેડૂતોની વાત સાંભળવા માટે થોડો સમય આપે અને આંદોલનને સહયોગ આપે. આંદોલનકારી ખેડૂતો રેલવે સ્ટેશનો પર જઈ રેલ યાત્રિયો સાથે સંવાદ કરશે અને તેમને જણાવશે કે દેશના અન્નદાતા, જેના પોતાના ખેતરોમાં હોવું જોઈતું હતા. લગભગ 3 મહિનાથી દિલ્હીની સીમાઓ પર પડ્યા છે. ભારત સરકાર તેમની માંગો પર ગંભીરતાથી વિચાર કરે એટલા માટે રેલ પ્રવાસીઓને સમર્થન આપવાની અપીલ કરી છે.