અમરેલી જિલ્લાના રાજુલા-પીપાવાવ રેલવે ટ્રેક વધુ એક વખત સિંહો માટે કમનસીબ સાબિત થયો છે. વહેલી સવારે રાજુલા નજીક ઉચૈયા ગામના ફાટક નં.15 પાસેથી રેલવે લાઇન ક્રોસ કરી રહેલા એક સિંહને પસાર થતી માલગાડીએ અડફેટે લીધો હતો.
મળતી વિગત મુજબ રાજુલાથી પીપાવાવ તરફ જતી એક ગુડઝ ટ્રેને ઉચૈયાનાં 15 નંબરની ફાટક પાસે પુરપાટ જતી ગુડઝ ટ્રેને એક સિંહને હડફેટે લઇ ગંભીર રીતે ઘાયલ કરી દીધો હતો. આ બનાવની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગે ઘવાયેલ સિંહનું રેસ્કયુ ઓપરેશન હાથ ધરી અને પ્રાથમીક સારવાર આપી હતી.
બાદમાં ઈજાગ્રસ્ત સિંહને વધુ સારવાર માટે સકકર બાગ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતની જાણ વન્ય પ્રાણી પ્રેમીઓમાં થતા ત્યારે અરેરાટી ફેલાય જવા પામી છે. તેમજ પાછલા કેટલાક વર્ષોમાં ટ્રેન અને માર્ગ અકસ્માતમાં સિંહોના થઈ રહેલા મોતને લઈને સિંહ પ્રેમીઓ પણ હવે રોશની સાથે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.