એકબાજુ ગુજરાતમાં ચૂંટણી નજીક આવી છે ત્યારે આ વખતે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ ઝંપલાવી રહી છે. જોકે, હાલ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ઠેર ઠેર પ્રચાર અભિયાન કરી વોટ માંગી રહી છે. ત્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના રાજમાં હિન્દુ યુવકની વિધર્મીઓએ હત્યા કરતા પાર્ટીની મુશ્કેલી જરુર વધી છે અને હવે હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેને લઈ હવે આમ આદમી પાર્ટીને પણ ગુજરાતમાં જનતાની નારાજગીનો સામનો કરવો પડી શકે છે અને ગુજરાતમાં ફરી એકવાર ભાજપનું મોજુ ફરી વળવાના એંધાણ છે.
દિલ્હીના મંગોલપુરી વિસ્તારમાં અંદાજે અડધો ડઝન હુમલાખોરોએ એક યુવકની ઘાતકી હત્યા કરી દીધી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. 25 વર્ષીય રિંકુ શર્મા નામના યુવકની હત્યાનું કારણ એક કાર્યક્રમમાં થયેલ વિવાદ બતાવામાં આવી રહ્યું છે. યુવકની હત્યા અંગે તેના પરિજનો તેમજ ભાજપ અને વિશ્વ હિંદુ પરિષદનો આરોપ છે કે, રામ મંદિર નિર્માણ માટે નિધિ એકત્રીકરણ અભિયાન સાથે જોડાયેલો હોવાના કારણે વિધર્મીઓએ રિંકુની હત્યા કરી દેવામાં આવી હતી.
તો બીજીબાજુ સોશિયલ મીડિયા પર રિંકુને ન્યાય અપાવવાની માંગણીએ જોર પકડ્યું છે. આ હત્યા બાદ બે સમુદાયના લોકો વચ્ચે તણાવભરી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે જેને લઈ સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે.
दिल्ली के मृतक युवक रिंकू शर्मा की हत्या के मामले में पुलिस ने चार आरोपियों ज़ाहिद, मेहताब, दानिश और इस्लाम को गिरफ़्तार कर लिया है, उनके ख़िलाफ़ मामला भी दर्ज हो गया है। pic.twitter.com/Aqtb3youva
— Astha Kaushik (@ASTHAKAUSHIIK) February 12, 2021
મળતી માહિતી મુજબ, દિલ્હીના મંગોલપુરીમાં બજરંગ દળ અને ભાજપના યૂથ વિંગના સભ્ય રિંકુ શર્માની હત્યા પર જબરજસ્ત રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું છે. ભાજપ અને વિશ્વ હિંદુ પરિષદનો આરોપ છે કે રામ મંદિર નિર્માણ સાથે જાડાયા હોવાના કારણે હત્યા થઇ છે.
Lets share this and let all know again..we all are kaafir for them.
Today, it's Rinku, tomorrow may be me or you.#RinkuSharma pic.twitter.com/RASAXHe9DI#JusticeForRinkuSharma
— Dharmendra Chhonkar (@yoursdharm) February 12, 2021