બ્રિટનના કેન્ટ વિસ્તારમાં સૌથી પહેલી વાર મળેલા કોરોનાના નવા સ્ટ્રેનને લઈને એક બ્રિટિશ વૈજ્ઞાનિકે તેના દુનિયા ભરમાં ફેલાવા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
યુકે જીનેટિક સર્વિલન્સ પ્રોગ્રામની હેડ શૈરોન પીકાકે આશંકા વ્યક્ત કરી છે કે આ સ્ટ્રેન પર હાલમાં રસી બેઅસર પણ થઈ શકે છે. તેમણે કહ્યું કે આ સ્ટ્રેન હાલમાં યુકેમાં ત્રાસ વર્તાવી રહ્યો હતો પરંતુ આ દુનિયામાં ઝડપથી ફેલાઈ જવાની તાકાત ધરાવે છે. બ્રિટનમાં જે સ્ટ્રેન મળ્યો છે. તે મૂળ જીનેટિક મટેરિયલની સાથે તો છે. સાથે વધારે મજબૂત છે. આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશના જણાવ્યા મુજબ, નવા પ્રકાર દક્ષિણપૂર્વ બ્રિટનમાં જોવા મળ્યો. ડિસેમ્બરમાં જ્યારે આ ભાગોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા હતા. ત્યારે વૈજ્ઞાનિકોની આ બાબત પર નજર ગઈ હતી. ત્યારે ખબર પડી કે નવો વાયરસ દર્દીમાં સપ્ટેમ્બરથી સક્રિય હતો. નવા વાયરસને સ્ટડી કરી રહેલા વૈજ્ઞાનિકોએ જોયું કે કોરોના વાયરસ શરુઆતથી અત્યાર સુધી 23 વાર મ્યૂટેશનની પ્રક્રિયામાંથી પસાર થઈ ચૂક્યો છે. વચ્ચે ઘણા બધા મ્યૂટેશનમાં વાયરસ ખતરનાક નથી થયો. ત્યારે આ નવા પ્રકારના સંક્રમણની દ્રષ્ટિએ ઘણો ઘાતક મનાઈ રહ્યો છે.