સૌરાષ્ટ્રમાં અવાર નવાર સિંહની લટારના વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં જૂનાગઢ શહેરમાં સિંહની લટારનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જંગલના રાજા સિંહે જુનાગઢ શહેરની પ્રખ્યાત હોટેલ સરોવર પોર્ટિકોમાં સોમવારે મળસ્કે ‘ચેક ઈન’ કર્યું હતું.
હોટેલના સીસીટીવી કેમેરામાં સિંહ મેઈન ગેટથી અંદર પ્રવેશતો જણાયો હતો અને હોટેલના ગ્રાઉન્ડ ફ્લોર સહિતના એરિયામાં આરામથી લટાર મારી બહાર જવાનો રસ્તો નહીં મળતા ફરી મુખ્ય દ્વારેથી બહાર જતો રહ્યો હતો. સિંહે આશરે 40 સેકેન્ડનું રોકાણ હોટેલમાં કર્યું હતું. સીસીટીવીમાં આ દ્રશ્યો કેદ થઈ ગયા હતા અને સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોવાથી હાલ લોકોના મુખે આ અંગેની ચર્ચા થઈ રહી છે કે સિંહને પણ જંગલ છોડી હોટેલમાં રહેવાનું મન થયું હશે.
https://twitter.com/Theindi47072747/status/1359395900892737536?s=20
સમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ જુનાગઢ રાજકોટ તરફના રોડ પર સરોવર પોર્ટિકો હોટેલ આવેલી છે. ગીર અને જુનાગઢ આસપાસ સિંહોનું શહેર તરફ વિચરણ સામાન્ય ઘટના છે. જો કે હોટેલમા સિંહ ઘૂસ્યો હોવાની આ લગભગ પ્રથમ ઘટના છે. 8 ફેબ્રુઆરીના સવારે 5 વાગ્યા આસપાસ સિંહે મુખ્ય ગેટ કૂદીને હોટેલની અંદર પ્રવેશ્યો હતો. સિંહ આશરે 40 સેકન્ડ સુધી અંદર રહ્યો હતો અને તે ગ્રાઉન્ડ ફ્લોર સહિતના સ્થળો પર ફરતો જોવા મળ્યો હતો. સદનસીબે આ સમયે હોટેલમાં રોકાયેલા યાત્રીઓ કે સ્ટાફના લોકો બહાર નહીં હોવાથી કોઈ અનિચ્છનિય બનાવ બન્યો નહતો.