વિશ્વના અનેક દેશોમાં કોરોના મહામારીનો કહેર હજી પણ યથાવત છે. ત્યારે કોરોના વાયરસ સામે વેક્સીન સપ્લાય કરવામાં ભારતની પ્રશંસનીય અને મહત્વની ભૂમિકા અંગે સ્વાસ્થ મંત્રી ડો. હર્ષવર્ધને લોકસભામાં માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે દુનિયાના 22 દેશોએ ભારતની કોરોના વેક્સીનમાં રસ દાખવ્યો હતો અને તેમના તરફથી વેક્સીન સપ્લાય માટે અપીલ પણ કરવામાં આવી હતી.
ભારતની વેક્સીન સપ્લાયને લઇને સ્વાસ્થ મંત્રીએ જણાવ્યું કે, 22માંથી 15 દેશોને વેક્સીન સપ્લાય કરી દેવામાં આવી છે, જેમાં ભારત દ્વારા ફ્રી વેક્સીન અને કોન્ટ્રાક્ટ પર ખરીદવામાં આવેલ વેક્સીન ડોઝ પણ સામેલ હતા.
સ્વાસ્થ્ય મંત્રી દ્વારા અપાયેલી માહિતી મુજબ ભારતે અત્યાર સુધી 56 લોખ ડોઝ દાનરુપે આપ્યા જ્યારે 105 લાખ ડોઝ કોન્ટ્રાક્ટ હેઠળ સપ્લાય કરી ચૂક્યુ છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં સીરમ ઇન્સ્ટીટ્યૂટ દ્વારા ઉત્પાદન કરવામાં આવી રહેલી કોવિશીલ્ડ કોરોના વેક્સીન વિદેશોમાં સપ્લાય કરવામાં આવી રહી છે, ભારતના પડોસી દેશો સહિત અનેક દેશો કોવિશીલ્ડની માંગ કરી રહ્યા છે.