દુનિયાના નક્શા પર યુએઈ જેવા દેશો પણ છે. અહીં તમારી એક મજાક તમને વર્ષો માટે જેલના સળિયા પાછળ ધકેલી શકે છે. દુબઈમાં એક એવો અજીબોગરીબ મામલો સામે આવ્યો છે કે જેના કારણે બ્રિટિશ મહિલાને જેલના સળિયા ગણવા પડ્યા છે.
સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં આમ તો અરબ દેશોની સરખામણીએ લચીલા કાયદા છે પરંતુ અનેકવાર અહીંના કાયદા પણ કડકરૂપ ધારણ કરી શકે છે. અહીં તમને અનેકવાર તમારી મજાક એટલી ભારે પડી શકે છે તમે જેલના સળિયા પાછળ પણ ધકેલાઈ શકો છો. આવું જ કઈંક એક બ્રિટિશ મહિલા સાથે થયું હતું.
આ બ્રિટિશ મહિલાને દેશ છોડતી વખતે એટલા માટે અટકાયતમાં લેવામાં આવી કે તેણે તેની સાથે ફ્લેટ શેર કરતી એક યુક્રેનની યુવતીને ‘F*** YOU’ કહ્યું હતું. પરંતુ તેને ખબર નહતી કે આ બે મિનિટનો ગુસ્સો તેને કેટલો ભારે પડવાનો છે. જે બાદ યુક્રેનની યુવતીએ ફરિયાદ કરી નાખી હતી. ત્યારબાદ આ શબ્દના કારણે હવે બ્રિટિશ યુવતી બે વર્ષ માટે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગઈ છે.