ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં કોરોના વાયરસનું સંક્રમણ ભલે ધીમુ પડ્યુ હોય તેમ છતાં વાયરસના બદલાતા રુપને લઈ ચિંતા પ્રસરેલી છે. જોકે કોરોના વાયરસના બદલાતા રૂપને લઈને હવે વૈજ્ઞાનિકોએ રાહતના સમાચાર આપ્યા છે. તેઓએ કોરોના વાયરસના મ્યૂટેશનની પેટર્નને સમજી લીધી છે, ભવિષ્યમાં તેની મદદથી જાણી શકાશે કે કેવી રીતે કોરોના વાયરસ વેક્સીન અને સારવારની પદ્ધતિથી બચી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર અમેરિકાની યૂનિવર્સિટી ઓફ પિટ્સબર્ગના વૈજ્ઞાનિકોએ શોધ્યુ છે કે કોરોના વાયરસ તેના જીનેટિક્સ સિક્વન્સના આધારે એ ભાગને ખતમ કરી રહ્યું છે જેનાથી તેના બહારના હિસ્સા એટલે કે સ્પાઈક પ્રોટીનનો શેપ બદલાય છે. કોરોના વાયરસના બહારના કાંટાળી પરતને સ્પાઈક પ્રોટીન કહે છે.
આ શરીરની કોશિકાઓ સાથે ચોંટે છે. તેનાથી કાંટાળી કોશિકાઓની બહારની પરતને ભેદીને વાયરસની અંદર રહેતા જીનોમને કોશિકાઓની અંદર છોડાય છે. ત્યારબાદ કોરોના વાયરસ શરીરમાં એન્ટીબોડી સાથે સંઘર્ષ કરે છે કે પછી પોતે વિકસિત કરીને અન્ય વાયરસ જન્માવે છે. સ્ડીમાં એમ પણ જાણવા મળ્યું છે કે વાયરસ જે રીતે વેક્સીન અને એન્ટીબોડીથી પોતાને બચાવે છે કે પછી દગો કરે છે તે સિલેક્ટિવ પ્રોસેસ છે. દુનિયા ભરના સિકવન્સની સ્ટડી બાદ સાયન્ટિસ્ટને ખ્યાલ આવ્યો કે દુનિયામાં લગભગ 9 વેરિએન્ટ એવા છે જે કોરોના દર્દીઓે માટે ચિંતાનો વિષય છે.