કોરોના વાયરસના કારણે સ્કૂલો પર પણ અસર પડી છે, નવું શૈક્ષણિક વર્ષ શરુ થયું ત્યારથી હજુ સુધી પ્રાથમિકના વર્ગો બંધ છે. હાલમાં જ સરકાર દ્વારા ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો શરુ કરી દેવામાં આવી છે. ત્યારે હવે આગામી સમયમાં ધોરણ 6થી 8ના વર્ગો પણ શરુ કરવામાં આવી શકે છે.
1 ફેબ્રુઆરી સોમવારથી ધોરણ 9 અને 11ના ક્લાસ શરુ કરવામાં આવ્યા છે જેમાં પહેલા દિવસે પાંખી હાજરી જોવા મળી. પહેલા દિવસે ઘણાં વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલતા ખચકાયા હતા, આવામાં જે વાલીઓ સ્કૂલે જાય પછી શું મહત્વનું છે તે પછી તે જાણ્યા પછી પોતાના બાળકોને મોકલવાનો નિર્ણય લઈ રહ્યા છે.
બીજી તરફ આગામી 15 ફેબ્રુઆરી પછી પ્રાથમિકના પ્રત્યક્ષ વર્ગો શરુ કરવાની કવાયત હાથ ધરવામાં આવી શકે છે. ધોરણ- 9થી 12 સુધીના સ્કૂલમાં પ્રત્યક્ષ ક્લાસ શરુ કરવામાં આવ્યા છે હવે આગામી સમયમાં પ્રાથમિક ધોરણ 6થી 8ના ક્લાસ પણ શરુ કરવામાં આવી શકે છે. જેના માટે 9અને 11ના વર્ગો શરુ કરવામાં આવ્યા છે તેની કેવી સ્થિતિ રહે છે તેની તપાસ કરવામાં આવશે. જો કોઈ સમસ્યા નહીં સર્જાય તો જલદી પ્રાથમિકના પ્રત્યક્ષ વર્ગો પણ શરુ કરવામાં આવી શકે છે.