બજેટ 2021-22ના સરકારના લક્ષ્યાંકોમાં ઘણી બધી જાહેરાતો કરવામાં આવી હતી. જેમાં હોમ લોનના વ્યાજ દરને લઈને પણ બજેટમાં મહત્વની જાહેરાત કરવામાં આવી છે. હોમલોનના વ્યાજ પર ટેક્સમાં 2022 સુધી છૂટ આપવામાં આવી છે. એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટની ખરીદી પર છૂટ વધારાઈ છે.
હાઉસિંગ પ્રોજેક્ટની ખરીદી પર છૂટ 1 વર્ષ વધારવામાં આવી છે. સસ્તા દર વાળા ઘરમાં લોન પર વ્યાજમાં ટેક્સની એક વર્ષ સુધી છૂટ મળી છે. 31 માર્ચ 2022 ઘર ખરીદવા પર લોનમાં વ્યાજમાંથી 1.5 લાખની છૂટ આપવામાં આવી છે. ટેક્સ ઓડિટની લિમિટ 5 કરોડથી વધારી 10 કરોડ કરવા પ્રસ્તાવ રજૂ કરાયો હતો.
આ ઉપરાંત બજેટ 2021-22ના સરકારના લક્ષ્યાંકોમાં આગામી વર્ષે દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની વીમા કંપની લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનો આઈપીઓ લાવવાનો રાખવામાં આવ્યો છે. સરકારે આ વર્ષે BPCLના ખાનગીકરણની સાથે LICના IPOને પણ મંજૂરી આપી છે. આ સિવાય સરકાર એક ઈન્શ્યોરન્સ કંપનીઓનું ખાનગીકરણ કરશે. તેમજ છ ખોટ કરતી