નાણાપ્રધાન નિર્મલા સિતારમને સંસદમાં પોતાની સરકારનું વર્ષ 2021-22નું બજેટ રજૂ કર્યુ હતું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને લોકસભામાં બજેટ અંગેની જાહેરાતમાં ઘણા ક્ષેત્રોને લઈ મોટી જાહેરાતો કરી હતી.
જોકે, કરદાતાઓને ટેક્સ સ્લેબમાં રાહત આપવામાં આવશે તેવી આશા હતી જોકે તેમની આ આશા પર પાણી ફરી વળ્યુ છે. કેન્દ્રીય નાણાં મંત્રીએ બજેટમાં આવકવેરાના સ્લેબમાં કોઈપણ ફેરફાર ન કરવાનું જણાવ્યું હતું. જેને લઈ કરદાતાઓ નિરાશ જોવા મળી રહ્યા છે.
જોકે બજેટ 2021માં નાણા મંત્રીએ મોટી ઉંમરના લોકો માટે ટેક્સ ભરવા પર મોટી જાહેરાત કરી છે. જે મુજબ હવે 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને આઈટી રીટર્ન નહીં ભરવું પડે. નિર્મલા સીતારમને સીનિયર સિટીઝન્સ માટે મોટુ એલાન કર્યુ કે પેન્શન, વ્યાજથી થતી આવક પર ઇનકમ ટેક્સ રિટર્ન નહી ભરવુ પડે. તેમણે જણાવ્યું કે, 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને હવે રિટર્ન ફાઇલ કરવાની જરૂર નથી. જો તેમની આવક માત્ર પેન્શનથી છે. તેમની કાર પર જ ટેક્સ કાપવામાં આવશે.