નાણામંત્રી નિર્મલા સિતારમને સોમવારે એટલે કે 1 ફેબ્રુઆરી 2021ના રોજ કોરોના સંકટ પછી પ્રથમ વખત બજેટ રજૂ કર્યું છે. નાણાં વર્ષ 2021-22ના આ બજેટમાં વિવિધ ક્ષેત્રો માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલ નાણાં અંગે જાણકારી આપી. નાણાં મંત્રીએ વર્ષ 2021-22ના બજેટની જાણકારી આપતા તેમણે રોડ અને મેટ્રો પ્રોજેક્ટ અંગે ખાસ માહિતી આપી હતી.
ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા વધુમાં વધુ સુદ્રઢ બને અને લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોચવામાં સરળતા રહે તે માટે સરકાર રોડ અને મેટ્રો પ્રોજેક્ટને વધુમાં વધુ આગળ ધપાવવા માંગે છે. તેમણે જણાવ્યું કે, માર્ચ 2022 સુધીમાં 8500 કિલોમીટર હાઈવે ઓર્ડર આપવાની જાહેરાત કરી હતી.
જેમાં તેમણે દેશમાં રોડ અને મેટ્રો નેટવર્ક માટે સરકાર દ્વારા 11 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, આસામમાં નેશનલ હાઈવે તૈયાર કરવા માટે 34 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં નેશનલ હાઈવે પ્રોજેક્ટ માટે 25 હજાર કરોડની ફાળવણીની જાહેરાત નાણાં મંત્રી દ્વારા કરવામાં આવી હતી. તેમજ પ્રાઈવેટ સેક્ટરથી 30 હજાર બસો લઈને સંચાન કરવામાં આવશે તેવી પણ જાહેરાત નાણાં મંત્રી દ્વારા કરવામાં આવી હતી.