ગરીબોની ચિંતા તહેવારોમાં કોણ કરે, ગરીબોની જરૂરિયાત કોણ સમજે, આવુ જ ઉમદાભાવનું કાર્ય રોબિન હુડ આર્મી જૂનાગઢના માધ્યમથી જરૂરિયાતમંદ લોકો સુધી પહોચીને અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં વંથલી તાલુકાના ગામડાંમાં અલગ અલગ ગામડાં કણઝાધાર, અગતરાય તથા બીજા ગામોનાં વિસ્તારોની મુલાકાત લઈને આખી ટીમ ગરીબોના કુબાઓ સુધી જઇને અને ગામ-ગામ ફરી ગરીબોમાં અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ માટે રોબિન હુડ આર્મીના સ્વયં સેવકો દ્વારા લોકો પાસેથી સ્વાર્થ વિના અનાજ એકત્ર કરી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવ્યું. તો આ કાર્યથી ગરીબોના ઘરોમાં પણ તહેવારો ઉજવાશે અને ગરીબ લોકો પણ આ અનાજ તહેવારોમાં ખાણી પીણી માટે ઉપયોગમાં લઈ શકશે. આ કાર્યમાં ભાવિનભાઈ પબતણી, મેહુલ ભાઈ શ્રીકાંતભાઈ, દર્શનાબેન તથા મેડિકલના વિધાથી મિત્રો જોડાયા હતા. આશરે 1500 કિલો અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -