WhatsAppની નવી પૉલિસીના પગલે યુઝર્સ હવે અન્ય ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ તરફ વળી રહ્યાં છે. એવામાં વ્હોટ્સએપને ટક્કર આપવા અને યુઝર્સને પોતાના તરફ આકર્ષવા માટે મેસેજિંગ સર્વિસ Telegram દ્વારા એક ખાસ અને યુનિક ફિચર રજૂ કરવામાં આવ્યું છે. જેની મદદથી યુઝર્સ પોતાની WhatsApp કે અન્ય એપ્સની ચેટ્સને Telegram માં ટ્રાન્સફર કરી શકે છે.
આ ફિચર યુઝર્સ માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થશે. Telegram એ પોતાના બ્લોગ થકી નવા ફિચર્સની જાહેરાત કરતા તેના ઉપયોગ વિશે વિગતવાર જાણકારી આપી છે. જે મુજબ વધારે પ્રાઈવસી અને સ્વતંત્રતા સાથે આ વર્ષ જાન્યુઆરીમાં Telegram ના યુઝર્સની સંખ્યા 100 મિલિયનથી અધિક થઈ ગઈ છે. એવામાં Telegram દ્વારા ખાસ ફિચર્સ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં WhatsApp ચેટ્સને Telegram પર ટ્રાન્સફર કરી શકાશે.
ચેટ્સ ટ્રાન્સફરની સુવિધા IOS અને એન્ડ્રોઈડ બન્ને યુઝર્સ માટે રજૂ કરવામાં આવી છે. Telegramએ દાવો કર્યો છે કે, ચેટ્સ ટ્રાન્સફર કર્યા બાદ મીડિયા કે ચેટ્સ એક્સ્ટ્રા સ્પેસ નહીં લે. જૂના એપ્સ તમને તમારા ડિવાઈસમાં જ ડેટા સ્ટોર કરવા દે છે, પરંતુ Telegram તમારા તમામ મેસેજ, ફોટો અને વીડિયોને ગમે ત્યારે તમારી જરૂરિયાત મુજબ એક્સેસ કરવામાં કોઈ સ્પેશ નથી લેતું.