ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો જાહેર થતા રાજકીય પાર્ટીઓ સતર્ક બની ગઈ છે. ત્યારે આ ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ઉત્તરપ્રદેશના અયોધ્યા ખાતે બની રહેલ રામ મંદિર નિર્માણ મુદ્દે ભડકાઉ અને વિવાદાસ્પદ નિવેદન આપનાર અસદુદ્દીન ઓવૈસી આગામી ફેબ્રુઆરીમાં ગુજરાતની મુલાકાતે આવશે.
આ દરમિયાન તેઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ સભા યોજી શકે છે. મળતી માહિતી મુજબ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AIMIMની એન્ટ્રી થઈ ચૂકી છે, ત્યારે ગુજરાતમાં BTP સાથે AIMIMIનું ગઠબંધન કર્યું છે. ત્યારે ઓવૈસી 4 ફેબ્રુઆરીએ ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ અમદાવાદ તેમજ ભરૂચમાં ચૂંટણી પ્રચાર કરશે તેવી માહિતી મળી રહી છે. સાથે જ ભરૂચમાં BTPના છોટુ વસાવા સાથે બેઠક કરશે.
આપને જણાવી દઈએ કે, 20 જાન્યુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થવાની છે અને એ પહેલાં જ સ્થાનિક રાજનીતિમાં ઓવૈસીની એન્ટ્રીથી ગરમાવો આવી ગયો છે. ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, શંકરસિંહ વાઘેલાની પ્રજા શક્તિ પાર્ટી અને છોટુ વસાવાની BTP સાથે હવે ઓવૈસીની પાર્ટીની પણ એન્ટ્રી થવા થઇ રહી છે. જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડીને ગુજરાતના રાજકારણમા એન્ટ્રી કરશે.