કેન્દ્રની મોદી સરકાર દ્વારા આગામી સપ્તાહે રજૂ કરવામાં આવનાર સામાન્ય બજેટમાં અનેક વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરી શકે છે. જેમાં ફર્નીચરનો કાચો માલ, તાંબા ભંગાર, કેટલાક રસાયણો, દૂરસંચાર ઉપકરણ અને રબર પ્રોડક્સ્ સામેલ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, પોલીશ કરવામાં આવેલા હીરા, રબરનો સામાન, ચામડાના કપડા, દૂરસંચાર ઉપકરણ અને રજાઈ જેવી 20થી વધુ પ્રોડક્ટ્સ પર કસ્ટમ ડ્યૂટીમાં કાપ મૂકવામાં આવી શકે છે. આ ઉપરાંત ફર્નીચર બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતી રંગ્યા વગરની લાકડીઓ અને હાર્ડબોર્ડ પર કસ્ટમ ડ્યૂટી બિલકુલ ખતમ કરવામાં આવી શકે છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં મોંઘો કાચા માલ ભારતની કિંમત પ્રતિસ્પર્ધાને પ્રભાવિત કરે છે. દેશની ફર્નીચરની નિકાસ લગભગ એક ટકા છે જે ખૂબ ઓછી છે, જ્યારે ચીન અને વિયતનામ જેવા દેશ આ ક્ષેત્રના મુખ્ય નિકાસકાર છે. એવા પણ અહેવાલ સામે આવ્યા છે કે બજેટમાં સરકાર કોલતાર અને તાંબા સ્ક્રેપ ઉપર પણ કસ્ટમ ડ્યૂટીને ઓછી કરવાનો વિચાર કરી શકે છે.