કોરોનાની વેક્સિન બનાવતી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટમાં ભીષણ આગ લાગી હોવાની ઘટન સામે આવી છે. આગ લાગવાની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જ્યારે આગ લાગવાના કારણે કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી.
મળતી માહિતી મુજબ, દેશને કોરોનાની વેક્સીન પુરી પાડનાર સીરમ ઇન્સ્ટિટ્યૂટની પુણે બ્રાંચમાં આગ લાગી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટની ગણતરી દુનિયાની સૌથી મોટા વેક્સીન નિર્માતાઓમાં થાય છે. તમને જણાવી દઇએ કે, સીરમ ઇન્સ્ટિટ્યૂટે જ કોવિશિલ્ડને) તૈયાર કરી છે. જેનો ઉપોયગ ભારતમાં શરૂ થઈ ગયો છે. ત્યારે કોરોના વાયરસની વેક્સિન બનાવનાર સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા માં આગ લાગવાની ઘટના સામે આવી છે.
પુણે સ્થિત સીરમના ટર્મિનલ ગેટ 1 પર આગ લાગી છે. આગની માહિતી પ્રાપ્ત થતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
#Pune #Fire at Serum institute of India.#SerumInstituteofIndia @mataonline @ParagKMT @ShreedharLoniMT pic.twitter.com/XlZHYHOuWp
— Swapnil Shinde (@swapnilshindeMT) January 21, 2021
જોકે આગ કયાકારણોસર લાગી તે અંગે હજી સુધી કોઈ માહિતી સામે આવી નથી. જ્યારે આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડે તમામ પ્રયાસ હાથ ધર્યા છે. તો બીજીબાજુ આગની ઘટના અંગે કંપની દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે વેક્સિનના યૂનિટમાં આ આગની કોઈ અસર થઈ નથી.
Big relief it's not #Covishield building
It's BCK Tika building
No lose of life #SerumInstituteofIndia #Pune pic.twitter.com/C1BAOGi2iG— Nandini Idnani 🚩🇮🇳 (@nandiniidnani69) January 21, 2021