આગામી બજેટમાં કેન્દ્ર સરકાર સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટ અને અપ્લાયંસેસ સહિત લગભગ 50 આઇટમ્સ પર 5-10 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી વધારવાની જાહેરાત કરી શકે છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે આ મામલા સાથે જોડાયેલા લોકોના હવાલાથી આ વિશે જાણકારી આપી છે. સરકાર દ્વારા આયાત શુલ્ક વધારવાનો આ નિર્ણય પીએમ મોદીના આત્મનિર્ભર ભારત અંતર્ગત હશે, જેથી ઘરેલું મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન મળી શકે. માનવામાં આવી રહ્યું છે કે નાણાં મંત્રી સ્માર્ટફોથી લઈને ટીવી-ફ્રીજ સહિતના ઈલેક્ટ્રોનિક સામાન પર કિંમત વધારાની જાહેરાત કરી શકે છે.
સૂત્રના હવાલાથી કહેવામાં આવ્યું છે કે સરકાર આ પગલાથી 200-210 અબજ રૂપિયાના વધારાની રેવન્યૂનો લક્ષ્ય રાખી રહી છે. કોરોના વાયરસ મહામારીના કારણે આર્થિક સુસ્તી વચ્ચે સરકારની રેવન્યૂ ઉપર પણ અસર પડી છે.
સુત્રોના જણાવ્યા મુજબ, આયાત શુલ્કમાં વધારાથી ફર્નીચર અને ઇલેક્ટ્રોનિક્સ વાહનોની આયાત પર સૌથી વધારે અસર પડશે. તેનાથી સ્વીડનની કંપની આઈકિયા અને એલન મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા પર અસર પડશે. હાલમાં જ ટેસ્લાએ ભારતમાં આવવાને લઈને પોતાની તૈયારીઓ વિશે જાણકારી આપી છે. જોકે અધિકારીઓએ એ જાણકારી આપી નથી કે આ ફર્નીચર અને ઇલેક્ટ્રિક વાહનો પર આયાત શુલ્કમાં કેટલો વધારો થશે.