સુરતના કીમ ચાર રસ્તા નજીક કીમ-માંડવી રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કાળમુખા ટ્રકે ફૂટપાથ પર સૂતેલા 18 લોકોને કચડી નાંખ્યા હતા. જેમાં 15 લોકોના મોત નીપજ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, શેરડી ભરેલા ટ્રેક્ટર સાથે અકસ્માત બાદ ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જે બાદમાં ટ્રકે ફૂટપાથ પર ઊંઘી રહેલા 18 લોકોને કચડી નાખ્યા હતા. જેમાંથી 12 લોકોનાં ઘટનાસ્થળે અને ત્રણ વ્યક્તિના સારવાર દરમિયાન મોત થયા છે.
આ બનાવની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પણ ગંભીર નોંધ લીધી છે. મુખ્યમંત્રી વિજય રુપાણીએ મૃતકોના પરિવારને 2-2 લાખની સહાયની જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ, સુરતના કિમ ચાર રસ્તા નજીક આવેલા કીમ-માંડવી રોડ ઉપર બેકાબુ બનેલા ડમ્પરચાલકે ફૂટપાથ પર સૂતેલા 15 શ્રમિકોને કચડી નાંખ્યાં છે. જ્યારે અન્ય 4 લોકોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. આ અંગેની પોલીસ અધિકારીઓને જાણ થતાં ઘટનાસ્થળે પહોચી ગયા હતા. પ્રાથમિક તપાસમાં આ તમામ શ્રમિકો રાજસ્થાનના કુશલગઢના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે કોસંબા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવમાં એક છ મહિનાની બાળકીની ચમત્કારિક બચાવ થયો છે પરંતુ તેના માતા પિતાનું મોત નીપજ્યુ છે.