એમેઝોન પ્રાઈમ વિડીયો પ્લેટફોર્મ પર રજૂ થયેલી નવી વેબસીરીઝ તાંડવનો વિવાદ વધતો જ જઈ રહ્યો છે, આ મામલે દેશભરમાં ઘણી જગ્યાએ ફરીયાદો પણ નોંધાવવામાં આવી છે, અને હવે કેન્દ્ર સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા આ મામલે એક હાઈ લેવલની મિટિંગ પણ કરવામાં આવી હતી.
સૂચના પ્રસારણ મંત્રાલયએ ‘તાંડવ’ વેબ સીરીઝને લઇને એમેઝોન પાસે સ્પષ્ટતા માંગી છે. મળતી માહિતી મુજબ, તાજેતરમાં જ એમેઝોન પ્રાઈમ પ્લેટફોર્મ પર રજૂ થયેલી સૈફ અલી ખાન અને ડિમ્પલ કપાડિયા અભિનીત નવી વેબ સિરીઝ તાંડવને રિલીઝ થયાને હજુ થોડો સમય પણ નથી થયો ત્યારે આ વેબસીરીઝને લગતો વિવાદ પણ વધતો જઈ રહ્યો છે, જો કે હવે કેન્દ્ર સરકાર પણ આ મામલે કડક થવાનું વિચારી રહી હોય તેવું જણાઈ રહ્યું છે, સૂચના અને પ્રસારણ મંત્રાલયની ટીમ દ્વારા આ મામલે આજે એક હાઈ લેવલની મિટિંગ પણ યોજવામાં આવી હતી એમેઝોન પ્રાઈમ વિડીયો પ્લેટફોર્મ પર રજૂ થયેલી નવી વેબસીરીઝ તાંડવનો વિવાદ વધતો જ જઈ રહ્યો છે, આ મામલે દેશભરમાં ઘણી જગ્યાએ ફરિયાદો પણ નોંધાવવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે, તમને જણાવી દઇએ કે, સીરીઝમાં સૌથી વધુ જીશાન આયૂબનો એક વીડિયો શેર કરી તાંડવનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં આયૂબ ભગવાન શિવ બનીને કેટલીક એક્ટિંગ કરી રહ્યો છે. આ વીડિયોમાં જીશાન કેમ્પસના વિદ્યાર્થીઓની આઝાદીની વાત કરી રહ્યો છે. તે કહી રહ્યો છે કે, આ વિદ્યાર્થીઓને દેશમાં રહીને આઝાદી જોઇએ, દેશથી આઝાદી નથી જોતી. તાંડવના આ સીનને લઇને લોકોએ સોશિયલ મીડિયા પર આકરી નિંદા કરી છે.