નવા કૃષિ કાયદાઓની અમલવારીને લઈને સુપ્રીમ કોર્ટ તરફથી કેન્દ્ર સરકારનો મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી કરતા સુપ્રીમે ત્રણેય કૃષિ કાયદાની અમલવારી પર હાલ પુરતી રોક લગાવી દીધી છે. તેમજ આ માટે 4 સભ્યોની કમિટી પણ બનાવવામાં આવી છે.
આ સમિતિમાં ભારતીય ખેડૂત સંઘના જીતેન્દ્રસિંહ માન, ડો. પ્રમોદકુમાર જોશી, અશોક ગુલાટી અને અનિલ શેતકારી સહિત કુલ ચાર લોકો રહેશે. મંગળવારે ખેડૂતોનો પક્ષ રજૂ કરતાં વકીલ એમ.એલ. શર્માએ જણાવ્યું કે ખેડૂત સંગઠન કોર્ટ તરફથી સમિતિની રચના કરવાના પક્ષમાં નથી અને તેઓ સમિતિની સમક્ષ નથી જવા માંગતા. તેની પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેઓ તેના માટે વચગાળાનો આદેશ આપશે.
કોર્ટે કહ્યું કે જો ખેડૂત સરકારની સમક્ષ જઈ શકે છે તો કમિટીની સમક્ષ કેમ નહીં? જો તેઓ સમસ્યાનું સમાધાન ઈચ્છે છે તો અમે એવું નથી સાંભળવા માંગતા કે ખેડૂત કમિટીની સમક્ષ રજૂ નહીં થાય. કૃષિ કાયદાને પડકાર આપનારી અરજીઓ પર સુનાવણી દરમિયા CJIએ ક હ્યું કે સમિતિ આ મામલામાં ન્યાયિક પ્રક્રિયાનો એક ભાગ છે. અમે કાયદાઓને સસ્પેન્ડ કરવાની યોજના બનાવી રહ્યાં છે પરંતુ અનિશ્ચિત સમય માટે નહીં હોય. CJIએ કહ્યું કે અમે એક સમિતિ એટલે બનાવી રહ્યાં છે કે અમારી પાસે એક સ્પષ્ટ તસ્વીર છે. અમે એ તર્ક નથી સાંભળવા માગતા કે ખેડૂત સમિતિમાં નહી જોડાય. અમે સમસ્યાને હળ તરીકે જોઇ રહ્યાં છીએ. જો તમે ખેડૂતો અનિશ્ચિત સમય સુધી આંદોલન કરવા ઇચ્છો છો તો તમે એવુ કરી શકીએ છીએ.