છેલ્લા 6 મહિનાથી ચીનમાં ફસાયેલા ભારતીય નાવીકોને પરત લાવવાને લઈ ભારત દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. આ અંગે કેન્દ્રીય શિપિંગ રાજ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા શનિવારે જાહેરાત કરવામાં આવી હતી. તેમણે જાહેરાત કરતા કહ્યું કે, ચીનમાં ફસાયેલા ભારતના 23 નાવિકો 14મી જાન્યુઆરી સુધી સ્વદેશ પરત ફરશે.
ચીનમાં ફસાયેલા તમામ નાવિકોના રેસ્ક્યૂ માટે ભારતના જહાજ એમ.વી. જગ આનંદને મોકલવામાં આવ્યું છે અને હાલ તે રસ્તામાં છે. કેન્દ્રીય મંત્રીએ શનિવારે આ અંગે ટ્વિટ કરીને માહિતી આપી હતી. તેમણે ટ્વિટમાં કહ્યું કે, આ શીપ હાલ ચીબા, જાપાન પહોંચી રહ્યું છે. જે બાદમાં તમામ નાવિકોને રેસ્કયૂ કરવામાં આવશે.
તમામ નાવિકો 14મી જાન્યુઆરી સુધી ભારતમાં પરત ફરે તેવી આશા વ્યક્ત કરવમાં આવી છે. કેન્દ્રીય મંત્રીએ ટ્વિટર પર લખ્યું છે કે, “ચીનમાં ફસાયેલા આપણા નાવિકો ભારત પરત ફરી રહ્યા છે. 23 ભારતીયો સાથેનું શીપ એમ.વી.જગ આનંદ કે જે ચીનમાં ફસાયું હતું તે જાપાનના ચીબા પહોંચશે. તમામ લોકો 14મી જાન્યુઆરીના રોજ ભારત પહોંચશે. નરેન્દ્ર મોદીની મજબૂત નેતાગીરીને કારણે આવું શક્ય બન્યું છે.