ચીનની એક કંપનીએ એવો તઘલકી નિયમ પોતાના કર્મચારીઓ માટે બનાવ્યો છે જે ક્યારેય કદાચ તમે સાંભળ્યો પણ નહીં હોય. કંપનીએ પોતાના કર્મચારીઓ માટે નવી ટોયલેટ પોલીસી લાગૂ કરી દીધી છે. જે હેઠળ કર્મચારીઓને દિવસમાં એક જ વખત ટોયલેટ જવાની મંજુરી હશે. એકથી વધારે ટોયલેટ જશે તો તેની પાસેથી દંડ વસૂલવામાં આવશે.
ચીનના ગુઆંગડોદ રાજ્યના ડોંગ ગુઆંગમાં સ્થિત કંપરનીનો આ નિયમ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કંપની એ વાતને માની છે અને જણાવ્યું કે, એકવારથી વધુ વખત ટોયલેટ જવા પર દર વખતે કર્મચારી પાસેથી 20 યૂઆ એટલે કે 220 રૂપિયા દંડ તરીકે વસૂલવામાં આવે છે.
મહત્વનું છે કે, પોલીસી લાગૂ કરવાનું કારણ જણાવતા કંપનીના અધિકારીઓએ કહ્યું કે, આ પગલું તે આળસું કર્મચારીઓના કારણે લેવામાં આવ્યું છે જે કામથી બચવા માટે અનેક વાર ટોયલેટ બ્રેક લેતા હતા.