અમદાવાદમાં મોટું GST કૌભાંડ પકડાયું છે. આજની GST વિભાગની કાર્યવાહીથી હડકંપ મચી ગયો છે. સેન્ટ્રલ GSTની ટીમે ન્યૂ રાણીપમાં દરોડા પાડી 2435.96 કરોડનું કૌભાંડ પકડ્યું છે. શુકન સ્માઇલ સિટીમાં રહેતા ભરત સોનીની ધરપકડ કરાઇ છે.
સેન્ટ્રલ GSTની ટીમે ન્યૂ રાણીપમાં 2435.96 કરોડનું કૌભાંડ પકડ્યું છે. શુકન સ્માઇલ સિટીમાં રહેતા ભરત સોનીની ધરપકડ કરાઇ છે. સોના-ચાંદી અને હીરાના ખોટા બિલો બનાવી કૌભાંડ કર્યું હતું. સુનિયોજીત કાવતરું રચીને કૌભાંડ કરતા હતા. પરિવારના નામે 6 અલગ અલગ કંપનીઓ બનાવી કૌભાંડ કર્યું.
ભરત સોનીએ પુત્ર, પુત્રવધુ, સાળાના નામે ટ્રેડિંગ ફર્મ સ્થાપી હતી. આમ, 2435.96ની કિંમત આંકી 72.25 કરોડની ક્રેડિટ મેળવી હતી. ખરીદદારોના નામે ઇનપુટ ટેક્ષ ક્રેડિટ મેળવી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરીને મેળવાઇ જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલાયો છે. ભરત સોની હાલ 14 દિવસની જ્યુડીશીયલ કસ્ટડી હેઠળ છે. 7250 કરોડ સુધી કૌભાંડ જાય તેવી એજન્સીને શંકા છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટ હેઠળ 210 કરોડની ચોરી સામે આવશે.