કોરોનાના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી બંધ સ્કૂલ-કોલેજો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારે આખરે સ્કૂલો ખોલવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારના શિક્ષણ મંત્રીએ આ અંગે જાહેરાત કરી હતી જે મુજબ 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 અને પોર્સ્ટ ગ્રેજ્યુએટ ,અન્ડર ગ્રેજ્યુએટ છેલ્લા વર્ષ શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાત રાજ્યની તમામ બોર્ડ cbse બોર્ડ સહિત તમામ બોર્ડને આ નિયમ લાગુ પડશે. કોરોના મહામારીના કારણે કેન્દ્ર સરકારની sop હેઠળ તેનો અમલ થશે. તેમજ તમામ શાળાએ કોરોના ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવું પડશે. મળતી માહિતી મુજબ, રાજ્ય સરકારની કેબિનેટ બેઠક બાદ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્કૂલોને લઇને મોટી જાહેરાત કરી છે.
11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12માંનું શિક્ષણકાર્ય શરુ કરવામાં આવશે. શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં મળે. જેટલું ભણાવીશું તેટલાની પરીક્ષા લેવામાં આવશે. 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ના વર્ગ શરૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ શાળામાં આવવા માટે વાલીઓની સંમતિ મેળવવાની રહેશે અને તે માટે ફોર્મ ભરવાનું રહેશે. બેઠક વ્યવસ્થામમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે, શિક્ષણમંત્રીએ વધુમાં જણાવ્યું કે, શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી. શાળા સાથે ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રહેશે. અન્ય ધોરણ શરૂ કરવા અંગે તબક્કાવાર નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત શિક્ષણમંત્રીએ જાહેરાત કરતા જણાવ્યું કે, UG, PGના છેલ્લા વર્ષનું શિક્ષણ કાર્ય શરૂ થશે.