રાજ્ય સરકારે શિક્ષકોનાં હિતમાં વધુ એક મહત્વપુર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી તમામ શિક્ષક અને કર્મચારીઓને ફાજલ તરીકેનું કાયમી રક્ષણ આપવામાં આવશે. જેના પગલે નવી નિમણુંક પામનારાઓને વર્ગ શાળા બંધ થવાના કારણે નોકરી ગુમાવવી નહી પડે.
આ નિર્ણયથી રાજ્યની અનુદાનિત (ગ્રાન્ટેડ) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનાં આશરે 70 હજાર જેટલા શિક્ષક-કર્મચારીઓને આ લાભ મળશે. શિક્ષણમંત્રીએ આ અંગે જણાવ્યું કે, બિનસરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી વર્ષ 2011થી કેન્દ્રીકૃત રીતે મેરીટનાં આધારે થશે.
સરકારી અને માધ્મયમીક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ડેટ શાળાઓ શિક્ષકોની ભરતી પ્રક્રિયા ટાટ, લાયકાત ઉચ્ચતર માધ્યમિકમાં નિમણુંક પામેલા શિક્ષકોને ફાજલનું રક્ષણ નહી હોવાના કારણે નોકરી ગુમાવતા હોવાથી આવા શિક્ષકો સતત અસલામત રહેતા હતા. જેની અસર શિક્ષણ કાર્ય પર થતી હતી. જેથી શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.