ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યુ છે. જોકે આ કોરોનાના સંક્રમણનો ફેલાવો હજી યથાવત છે. ત્યારે સ્વર્ણિમ સંકુલના ત્રીજા માળે આવેલા મુખ્યમંત્રી કાર્યાલયના 11 જેટલા કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો છે.
છેલ્લા ત્રણ દિવસમાં 11 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા સીએમ ઓફિસમાં મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ગુજરાતમાં હજુ પણ કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના પાટનગરમાં આવેલા મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરી કોરોના વાયરસ ત્રાટક્યો છે.
CMO ના 11 કર્મચારીઓ ફરી કોરોનાગ્રસ્ત થયા છે, જેને લઇને મુખ્યમંત્રી કાર્યાલયમાં મુલાકાતીઓનો પ્રવેશ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. CMOના કર્મચારીઓ કોરોનાગ્રસ્ત જોવા મળ્યાં છે. જેમાં ઉપસચિવ, સેકશન, ઓફિસરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે આ પાછળ ISOની ટીમની મુલાકાત બાદ કોરોના ફેલાયો હોવાની શક્યતા છે. હાલ તકેદારીના ભાગરુપે મુખ્યમંત્રી કાર્યાલયમાં મુલાકાતીઓનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે.