પાકિસ્તાનમાં વધુ એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હોવાની ઘટનાના પગલે હિન્દુઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં બુધવારને બેકાબૂ ભીડે એક હિંદુ મંદિરમાં જોરદાર તોડફોડ કરી હતી અને આગ લગાવી દીધી હતી.
ખૈબર પખ્તૂનખ્વાના કરક જિલ્લાના ટેર્રી ગામમાં મંદિરના વિસ્તારનું કામ ચાલી રહ્યું હતું. જેનો પાકિસ્તાનના કટ્ટરવાદી મુસ્લિમો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. જે દરમિયાન તેમણે મંદિરને બાનમાં લઈ તેમાં તોડફોડ કરી આગ ચાંપી દીધી હતી.
ઘટના સંબંધમાં સ્થાનિક પોલીસ અધિકારીઓની ટીમ દ્વારા કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. તો બીજીબાજુ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પણ આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ તેની નોંધ લીધી છે અને આ ઘટના સંદર્ભે 5 જાન્યુઆરીના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, ખૈબર પખ્તૂનખ્વા સ્થિત આ મંદિરમાં તોડફોડનો પ્રથમ મામલો નથી. આ પહેલાં 1997માં પણ અહીંયા હુમલો થયો હતો અને પછી 2015માં મંદિરને ફરી બનાવવામાં આવ્યું હતું.
https://twitter.com/Theindi47072747/status/1344983464546746368?s=20