રાજ્યમાં દિવાળી તહેવારો પૂર્ણ થતા જ કોરોના વિસ્ફોટ થયો હતો. જેને પગલે અમદાવાદ શહેરમાં 48 કલાકનો કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. જો કે આમ છતાં મહામારીએ અતિ ગંભીર સ્વરૂપ ધારણ કરતા અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા એમ ચાર મુખ્ય શહેરોમાં રાતના 9થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો હતો.
જોકે આ રાત્રિ કર્ફ્યૂ 1 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી લંબાવી દેવામાં આવ્યું છે. ગુજરાતના મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના અમદાવાદ શહેર, સુરત શહેર, રાજકોટ શહેર અને વડોદરા શહેરમાં 1 જાન્યુઆરીથી રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે.
રાત્રિ કર્ફ્યુના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને રાખીને રાત્રિ કર્ફ્યુમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાની શક્યતાઓ છે. બીજી તરફ વેપારી સંગઠનોએ સમયમાં ફેરફારની માંગ કરી રહ્યાં હતા. જેને લઈ સરકાર દ્વારા આ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.