આજે દૂનિયા ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પાછળ ગાંડી થઈ ગઈ છે. ઈન્ટરનેટ અને મોબાઈલ એ લોકોના જીવનનો એક ભાગ બની ગયું છે. દિવસે દિવસે સોશિયલ મીડિયામાં વિવિધ પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે ત્યારે હાલમાં એક એવો વીડિયો સામે આવ્યો છે જે ખરેખર હચમચાવી દે તેવો છે.
વાયરલ વીડિયોમાં રશિયામાં આવેલી એક નદી લોહીની માફક લાલ થઈ ગઈ હોવાનુ જોવા મળી રહ્યુ છે. નદી લોહીની માફક લાલ થઈ જતા સ્થાનિક લોકો પણ ભયભીત થઈ ગયા છે.
મળતી માહિતી મુજબ, રશિયામાં આવેલ ઈસ્કિટિમકા નામની નદી પહેલા ત્યાંની અન્ય નદીઓની માફક જ હતી. જોકે રંગ પરિવર્તનના એક રહસ્યમય સંમિશ્રણના કારણે આ નદીની હાલત આવી થઈ છે. માનવામાં આવી રહ્યું છે કે, કોઈ પ્રદૂષણના કારણે આ નદીના પાણીનો રંગ બદલાઈ ગયો છે. આ નદી રશિયાના દક્ષિણ ભાગમાં કેમોરેવ શહેરમાંથી પસાર થાય છે. ઈસ્કિટિમકા નદી દેશના દક્ષિણ ભાગમાં આવેલી છે. તેના રંગમાં આવેલા આ પરિવર્તનથી સ્થાનિક લોકોમાં પણ કૂતૂહલ ફેલાયુ છે. જોકે આ વીડિયો અગાઉ પણ સામે આવ્યો હતો. જે ફરી એકવાર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો નદીમાં વહેતા લાલ રંગના પાણીને જોઈ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.
https://www.youtube.com/watch?v=KAIjdNdxTsM&feature=emb_title