તમિલ સુપરસ્ટાર રજનીકાંતે થોડા સમય અગાઉ એવી જાહેરાત કરી હતી કે તેઓ 31 ડિસેમ્બરે પોતાની રાજકીય પાર્ટીની જાહેરાત કરશે. જોકે, હાલમાં જ બિમારીમાંથી સાજા થઈને હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયેલ અભિનેતાએ હવે રાજકારણમાં ઝંપ લાવવાનો ઈન્કાર કરી દીધો છે.
રજનીકાંતે જણાવ્યું કે, હવે તેઓ રાજકારણમાં આવશે નહીં. તેમણે રાજકારણમાં ના આવવા પાછળનું કારણ પોતાની તબિયત ગણાવી છે.
રજનીકાંતે મંગળવારના રોજ અચાનક જ સોશિયલ મીડિયામાં જાહેરાત કરી હતી કે તેઓ કોઈ રાજકીય પાર્ટી શરૂ કરવાના નથી. તબિયત ખરાબ થવી એ ભગવાનની ચેતવણી હતી. આથી જ તેઓ હવે કોઈ રાજકારણમાં આવશે નહીં અને તમિલનાડુ વિધાનસભા ચૂંટણી લડશે નહીં. સાથે જ તેમણે જણાવ્યું કે, હું મારા તમામ પ્રશંસકોની માફી માંગું છું જોકે તેમણે કહ્યું કે, તેઓ સમાજ માટે હંમેશા કામ કરતા રહેશે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ રજનીકાંતના બ્લડપ્રેશરમાં વધઘટ થવાને કારણે તેમને હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જોકે ત્યાં સારવાર લીધા બાદ સાજા થઈને તેઓ ઘરે પરત ફર્યા છે