કોરોના વાયરસ સામેની લડતમાં વેક્સિનને અસરકારક હથિયાર તરીકે જોવામાં આવી રહ્યું છે, ત્યારે ફાઇઝરની વેક્સિન અંગે સામે આવેલા સમાચારે વધુ ચિંતા વધારી દીધી છે. ફાઇઝરની વેક્સિન લેનાર લોકોને એલર્જીની સમસ્યા નિર્ધારણા કરતાં વધુ જોવા મળી રહી છે. આ વાત અમેરિકામાં કોરોના વેક્સિન પહોંચાડવાના અભિયાનના ચીફ સાઈન્ટિફિક એડવાઈઝર ડોક્ટર મોન્સેફે કરી છે.
ડોક્ટર મોન્સેફે જણાવ્યું હતું કે, ફાઈઝર-બાયોટેકની કોરોના વેક્સિનથી લોકોમાં એલર્જીની સમસ્યા વધુ જોવા મળી રહી છે. આ વેક્સિનથી કુલ 8 લોકોમાં એલર્જીની સમસ્યા સામે આવી છે. જેમાંથી છ અમેરિકાના છે અને બે યુકેના લોકો હોવાનું સામે આવ્યુ છે. આ વાત સામે આવ્યાના એક દિવસ પહેલાં જ અમેરિકાએ ફાઈઝર સાથે કોરોના વેક્સિનની 10 કરોડની ડીલ કરી છે.
તેમણે જણાવ્યું હતું કે, નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ વેક્સિન નિર્માતાઓ સાથે ચર્ચા પણ કરી રહી હતી.. ઉલ્લેખનીય છે કે, વેક્સીન એડવાઈઝરી ગ્રુપે નિર્ણય કર્યો છે કે, ફાઈઝરની વેક્સીન 16 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોને જ આપવી. ફાઈઝરે દાવો કર્યો હતો કે, તેમની વેક્સીન 95 ટકા કરતાં વધારે પ્રભાવી છે.