કોરોના વાયરસની મહામારીના કારણે તમામ લોકો લેપટોપ, કોમ્પ્યુટર અને મોબાઈલનો ઉપયોગ વધુમાં વધુ કરવા મજબૂર થયા છે. મહામારી દરિયાન જ્યાં લોકો પોતાના ઓફિસનુ કામ કામજ ચાલુ રાખવા મોબાઈલ, લેપટોપ અને કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા થયા છે તો સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓના ક્લાસ પણ ઓનલાઈન થઈ ગયા છે. જો કે નિયમિત રૂપે સ્ક્રીન સામે બેસી રહેવુ પણ કંટાળાજનક બની જાય છે.
ખાસકરીને ઑનલાઇન ઝૂમ મિટીંગ અને ક્લાસ દરમિયાન. તેવામાં કેટલીક વિચિત્ર ઘટનાઓ પણ સામે આવી ચુકી છે. આ વચ્ચે એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક ટીચર ઑનલાઇન ક્લાસ દરમિયાન જોરથી ફાર્ટ એટલે કે વાછૂટ કરે છે અને બાળકો પોતાની હસી રોકી નથી શકતાં. એમ્મા ઝિંદર નામની એક ટીચરે પોતાના ગ્રેડ 3ના વિદ્યાર્થીઓ સાથે પ્રેંક કરવાનો નિર્ણય લીધો. જેનો પ્રેંકનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. ક્લાસ શરૂ થયા બાદ ટીચરે વિદ્યાર્થીઓને કહ્યું કે પુસ્તકો કાઢો અને પછી તેણે ફાર્ટ કરવા જેવો અવાજ કર્યો. પછી શરમ આવી હોય તેવી પ્રતિક્રિયા પણ ટીચરે આપી. ટીચરને આવુ કરતાં જોઇ વિદ્યાર્થીઓ ખડખડાટ હસી પડ્યા હતા. આ સમગ્ર પ્રેંકનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
https://twitter.com/Dyslexic_aDve/status/1339327912978378755?s=20