યુટ્યુબ પર વિડીયો વાયરલ થયા બાદ રાતોરાત ફેમશ થયેલા બાબા કા ઢાબાના માલિક કાંત પ્રસાદને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. દેશની રાજધાની દિલ્હીના માલવિય નગર સ્થિત બાબા કા ઢાબાના વડીલ માલિક કાંતા પ્રસાદને ફોન પર એક અજાણ્યા વ્યક્તિએ મારી નાખવાની ધમકી આપી છે.કાંતા પ્રસાદને તે વ્યક્તિએ કહ્યું કે તે તેની દુકાન બાળી મૂકશે અને મારી પણ નાખશે.
ત્યારબાદ કાંતા પ્રસાદે એક અજાણી વ્યક્તિ વિરુદ્ધ દિલ્હીના માલવિય નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. કાંતા પ્રસાદના વકીલ પ્રેમ જોશીએ કહ્યું કે, આ ઘટના પાછળ ગૌરવ વાસન હોય તેવી શંકા છે.
જણાવી દઈએ કે ગૌરવ વાસને બાબાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, જે પછી બાબની દુકાન પર લોકોની ભીડ જોવા મળી હતી. સતત મળી રહેલી મારી નાખવાની ધમકીઓથી કંટાળેલા કાંતા પ્રસાદે માલવીય નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે કહ્યું કે કેટલાક લોકોને તેમના પર ઈર્ષા આવી રહી છે, કારણ કે તેઓ રાતોરાત ફેમસ થઈ ગયા છે. પ્રસાદે કહ્યું કે તેમની કોઈની સાથે દુશ્મની નથી. જ્યારે તેમના વકીલ પ્રેમ જોશીએ ગૌરવ વાસન પર ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. જોકે, પછી તેમણે આરોપો પરત લઈ લીધા છે.