કોરોના વાયરસના કહેર સામે ઝઝૂમી રહેલી દુનિયા કાગડોળે કોરોનાની વેક્સિનની વાટ જોઈ રહી છે. આ બધા વચ્ચે વિશ્વ આરોગ્ય સંગઠન WHOએ વેક્સિનને લઈ ફરીથી ચેતવણી બહાર પાડી છે.
WHO એ પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ રસી કોઈ જાદુની ગોળી નથી જે કોરોના વાયરસને આંખના પલકારામાં ખતમ કરી નાખે. આપણે યથાર્થવાદી થવાની જરૂર છે. દુનિયામાં આ મહામારીનો પ્રકોપ લાંબા સમય સુધી રહશે તેવી ચેતવણી WHOએ આપી છે.
WHOના પશ્ચિમ પ્રશાંત વિસ્તારના રિજિયોનલ ડાઈરેક્ટર કસેઈ તાકેશીએ કહ્યું કે કોરોનાની રસી કોઈ ચાંદીની ગોળી નથી જે નજીકના ભવિષ્યમાં મહામારીનો ખાતમો કરી નાખે. તેમણે જણાવ્યું કે, સુરક્ષિત અને પ્રભાવી રસીનો વિકાસ એક વાત છે પરંતુ તેનું પૂરતા પ્રમાણમાં ઉત્પાદન કરવું અને દરેક સુધી પહોંચાડવું જરૂરી છે. આ પ્રકિયા ક્ષેત્રના કેટલાક ભાગમાં શરૂ થઈ રહી છે પરંતુ સમાન વિતરણમાં સમય જશે. સાથે જ તેમણે એ પણ જણાવ્યું કે કોરોના વાયરસની રસી સામાન્ય નાગરીકો સુધી પહોંચવામાં દોઢથી બે વર્ષનો સમય લાગી શકે છે., યુવા સમૂહ કોરોનાને નિયંત્રિત કરનારા ઉપાયો અપનાવતા નથી. આવામાં આગામી રજાઓ દરમિયાન તેમના દ્વારા સંક્રમણ ફેલાવવાની શંકા વધુ છે.