જેગુઆર લેન્ડ રોવર ઈન્ડિયાએ આજે ભારતમાં તેની પ્રથમ પ્લગ- ઈન હાઈબ્રિડ નવી ડિફેન્ડર P400eના બુકિંગ શરૂ કર્યાની ઘોષણા કરી હતી. શક્તિશાળી 2.0- લિટર ફોર- સિલિંડર પેટ્રોલ એન્જિન અને 105 kW ઈલેક્ટ્રિક મોટરને જોડતાં P400e એકત્રિક પાવરના 297 kW અને એકત્રિત ટોર્કના 640 Nm વિકસાવશે. તેનાથી નવી ડિફેન્ડર ફક્ત 5.6 સેકંડમાં 0-100 km/h સુધી એક્સિલરેટ કરશે અને 209 km/hની ટોપ સ્પીડ હાંસલ કરશે. નવી ડિફેન્ડર P400e, 19.2 kWh બેટરી ઝરાવે છે, જે ઘરમાં કે ઓફિસમાં 15A સોકેટ અથવા 7.4 kW AC વોલ બોક્સ ચાર્જરનો ઉપયોગ કરીને ચાર્જ કરી શકાય છે, જે વાહન સાથે કોમ્પ્લિમેન્ટરી તરીકે આપવામાં આવે છે.
જેગુઆર લેન્ડ રોવર ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડાયરેક્ટર રોહિત સુરીએ જણાવ્યું હતું કે અમને ભારતમાં લેન્ડ રોવરની દંતકથા સમાન ઓફફ- રોડ ક્ષમતા જાળવીને કાર્યક્ષમતા સાથે ઉત્તમ સંતુલિત કામગીરી આપતું વાહન અમારી પ્રથમ પ્લગ-ઈન હાઈબ્રિડ નવી ડિફેન્ડર P400e રજૂ કરવાનું ગૌરવજનક લાગે છે. નવેમ્બર 2020માં જેગુઆર I-PACE માટે અમે બુકિંગ શરૂ કર્યા પછી જેગુઆર લેન્ડ રોવર પોર્ટફોલિયોમાં ઈલેક્ટ્રિફાઈડ વાહનો રજૂ કરવાની અમારી કટિબદ્ધતા પર તે ફરી એક વાર ભાર આપે છે.
નવી ડિફેન્ડર P400e ભારતમાં ચાર પ્રકારમાં ઓફર કરાશે, જેમાં SE, HSE, X- ડાયનેમિક HSE અને ડિફેન્ડર 110 પર Xનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે, જેગુઆર લેન્ડ રોવરનાં વાહનો ભારતમાં 27 અધિકૃત આઉટલેટ્સ થકી 24 શહેરોમાં ઉપલબ્ધ છે, જેમાં અમદાવાદ, ઔરંગાબાદ, બેન્ગલુરુ, ભુવનેશ્વર, ચંડીગઢ, ચેન્નાઈ, કોઈમ્બતુર, દિલ્હી, ગુરગાવ, હૈદરાબાદ, ઈન્દોર, જયપુર, કોલકતા, કોચી, કરનાલ, લખનૌ, લુધિયાણા, મેન્ગલોર, મુંબઈ, નોઈડા, પુણે, રાયપુર, વિજયવાડા અને સુરતનો સમાવેશ થાય છે.